Get me outta here!

Thursday, February 28, 2019

જાણો શુ થયું જયારે વિંગ કમાન્ડર અભિનદંનનું પેરાશૂટ પાકિસ્તાનમાં ઉતર્યું, બતાવી 56ની છાતી, જાણીને ગર્વ થશેઃ દુશ્મન દેશે પણ કર્યા ભરપૂર વખાણ



ભારતીય વાયુસેનાનાં વિંગ કમાન્ડર અભિનંદન વર્તમાન પાકિસ્તાની સેનાનાં કબ્જામાં છે. તેઓનો જુસ્સો, ભાવના અને દિલેરીની જો વાત કરીએ તો માત્ર પોતાનો દેશ જ નહીં પરંતુ પાકિસ્તાની મીડિયા પણ કરી રહી છે. પાકિસ્તાનનાં પ્રસિદ્ધ સમાચારે પણ તેઓનાં સાહસને બિરદાવી છે. સમાચારે જણાવ્યું કે, કેવી રીતે વાયુસેનાનાં જવાને દુશ્મનોનાં હાથમાં ગુપ્ત દસ્તાવેજ ના લાગવા દીધાં અને પડોશી દેશમાં ભારતને માટે કેટલાંક નારાઓ પણ લગાવ્યાં.

મંગળવારનાં રોજ અભિનંદન મિગ 21 લડાકુ વિમાન પર સવાર હતાં અને પાકિસ્તાની વિમાન F-16નો પીછો કરતા ભૂલથી નિયંત્રણ રેખા (LoC)માં ચાલી ગયાં. તેઓનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થઇને હોરા ગામમાં પડ્યું. પાકિસ્તાની સમાચારપત્ર અનુસાર LoCથી 7 કિ.મી દૂર પાકિસ્તાન અધિકૃત કશ્મીરનાં ભિમબેર જિલ્લામાં તેઓનું વિમાન ક્રેશ થયું. આ ઘટનાને વિશે પ્રત્યક્ષદર્શી મોહમ્મદ રજ્જાક ચૌધરીએ કહ્યું કે, બુધવારનાં રોજ સવારનાં 8:45 કલાકે તેને આકાશમાં ધુમાડો અને અવાજ સંભળાયો.

58 વર્ષનાં સામાજિક કાર્યકર્તા ચૌધરીએ જણાવ્યું કે, બે વિમાનોમાં આગ લાગી ગઇ હતી પરંતુ તેમાંથી એક નિયંત્રણ રેખાની પાર ચાલ્યાં ગયાં. બીજી બાજુ આગની લપેટમાં ઘેરાતા તેજીથી તે નીચે આવી ગયું. તે વિમાનનો કાટમાળ રજ્જાકનાં ઘરથી એક કિ.મી દૂર જઇને પડ્યો. તેઓએ એક પેરાશુટને જમીન પર આવતા જોયું. જેને તેઓનાં ઘરથી એક કિ.મી દૂર લેંડિંગ કર્યું હતું.

તેઓએ સમાચારપત્રને જણાવ્યું કે, 'એક પાયલટ પેરાશુટથી સકુશળ રીતે બહાર નીકળ્યાં.' તે જ સમયે યુવાઓને કહેવામાં આવ્યું કે, તે પાકિસ્તાની સુરક્ષાદળોનાં આવતા પહેલાં વિમાનનાં કાટમાળની પાસે ન જાય પરંતુ તેઓને ત્યાં પાયલટ મળી આવ્યો. પાયલટ પાસે પિસ્તોલ હતી. તેઓએ યુવાઓને પૂછ્યું કે આ પાકિસ્તાન છે કે હિંદુસ્તાન. આની પર એકે ચાલાકીથી કહ્યું કે, આ ભારત છે. એ સાંભળીને વિંગ કમાન્ડર અભિનંદને ભારતનાં ગૌરવમાં કેટલાંક નારા લગાવવાનાં શરૂ કરી દીધાં અને પછી પૂછ્યું કે આ ભારતનું કયું સ્થાન છે

પાયલટનાં પૂછવા પર તે જ યુવા છોકરાએ કહ્યું કે, આ સ્થાન કિલાન છે. પાયલટે કહ્યું કે, તેની પીઠ તૂટી ગઇ છે અને તેઓને પીવા માટે પાણી જોઇએ છે. ત્યારે કેટલાંક યુવા લોકોને આ નારેબાજીને સાંભળી ના શકતા તેઓએ 'પાકિસ્તાની સેના જિંદાબાદ'નાં નારા લગાવ્યાં. આનાં પર અભિનંદને હવામાં ફાયરિંગ કર્યુ અને યુવાઓએ પોતાનાં હાથમાં પથ્થર ઉઠાવ્યાં. રજ્જાકનાં અનુસાર ભારતીય પાયલટ પાછળની દિશામાં અડધો કિમી સુધી ભાગ્યો અને જે છોકરાંઓ તેનો પીછો કરી રહ્યાં હતાં તેઓએ તેનાં પર બંદુક ધરી દીધી.

ભાગતા ભાગતા પાયલટે બીજી વાર હવામાં ફાયરિંગ કર્યું પરંતુ તેનો કોઇ જ ફાયદો ના થયો. ત્યાર બાદ તેઓ પોતે એક નાના તળાવમાં કૂદી ગયાં. તેઓએ પોતાનાં ખિસ્સામાંથી કેટલાંક દસ્તાવેજ અને નકશા નિકાળ્યાં. કેટલાંકને તો ગળવાંની કોશિશ કરી અને બાકીને પાણીમાં પલાળી દીધાં. આ દરમ્યાન છોકરાંઓ સતત તેઓને પોતાનાં હથિયારને ફેંકવાનું કહી રહ્યાં હતાં અને એક છોકરાંએ તો તેઓનાં પગ પર હુમલો પણ કર્યો.
ચૌધરીએ જણાવ્યું કે, છોકરાંઓએ પાયલટનાં બંને હાથ પકડી લીધાં. તેમાંથી કેટલાંકે તો તેઓને માર્યા જ્યારે અન્યએ આવું કરતા તેઓને રોકતા રહ્યાં. એવામાં પાકિસ્તાની સેના ત્યાં આવી અને તેઓને પોતાની ધરપકડમાં લઇ લીધાં અને તે યુવાઓની પકડમાંથી મુક્ત કરાવ્યાં. તેઓએ કહ્યું કે, "ધન્યવાદ છે કે નારાજ છોકરાંઓએ તેઓને ગોળી નથી મારી કેમ કે તેઓએ ઘણી વાર સુધી તો માર માર્યો.' ત્યાર બાદમાં ધરપકડમાં લેવામાં આવેલ પાયલટને સૈન્ય વાહનમાં ભિમબેરનાં સૈન્ય પ્રતિષ્ઠાન લઇ જવામાં આવ્યાં.

Tuesday, February 26, 2019

પાછા ફરતા સમયે પાકિસ્તાને F16 થી કર્યો વાયુસેના ના વિમાનો નો પીછો, પણ ભારતીય વાયુસેનાએ…


પુલવામા માં થયેલા આતંકી હમલા માં ભારતીય વાયુસેના એ આપણા 40સીઆરપીએફ જવાનો ની શહીદી નો બદલો લીધો.આ ખબર પછી થીજ આખો દેશ જશ્ન મનાવી રહ્યો છે અને સરકારે કહ્યું કે આ ખાલી શરૂઆત છે જો ફરી નડશો તો ફરી ઘર માં ઘુસી ને મારીશું.આ બદલા પછી પાકિસ્તાન દ્વારા એક આપતકાલીન મિટિંગ બોલાવવા માં આવી હતી પણ તમને જણાવી દઈએ કે ભારતીય સેના સંપૂર્ણ રીતે તૈયાર છે.જે સમયે એલર્ટ રહ્યું ત્યારે પાકિસ્તાન સુઈ રહ્યું હતું એ સમયે ઇન્ડિયન એરફોરસે આતંકીઓ ના કેમ્પ ને ઉડાડી નાખ્યા.ઇન્ડિયન એરફોર્સ ની સામે ઊભા રહેલા પાકિસ્તાની ફાઇટર જેટ,ખબરો માં જણાવવામાં આવ્યું કે પાકિસ્તાને F16 થી પીછો કર્યો હતો.

ઇન્ડિયન એરફોર્સ ની સામે ઊભા રહ્યા પાકિસ્તાની ફાઇટર જેટ

POK માં ભારતીય વાયુસેના ના હુમલા પછી એવી ખબરો આવી રહ્યા છે કે પાકિસ્તાને વાયુસેના ને રોકવા માટે F16 વિમાન નો ઉપયોગ કર્યો હતો.પણ ભારતીય વાયુસેના ના ફોર્મેશન સામે પાકિસ્તાની વિમાનો કશું જ ન કરી શક્યા અને તેઓ ને પાછું જોવું પડ્યું.રિપોર્ટ પ્રમાણે આ ઓપરેશન ને વેસ્ટર્ન એર કમાન્ડ દ્વારા સફળતા પૂર્વક અંજામ આપવામાં આવ્યું હતું.

તમને જણાવી દઈએ કે પુલવામા માં 40 સીઆરપીએફ જવાન પર થયેલા આતંકી હમલા પછી આતંકીઓ ની વિરુદ્ધ આ મોટી કાર્યવાહી છે આમાં પીઓકે માં જૈશ-એ-મહમદ ના 200 થી 250 થી પણ વધારે આતંકીઓ ને મારવામાં આવ્યા અને એરફોર્સ દ્વારા 12 મીરાજ ફાઇટર પ્લેન દ્વારા POK માં ઘુસી અને જૈશ ના 5 આતંકી કેમ્પ ને ઉડાડી નાખ્યા.આ ઓપરેશન ને POK ના બાલાકોટ વિસ્તાર માં અંજામ આપવામાં આવ્યો અને એ વાત ખુદ પાકિસ્તાન દ્વારા પણ માનવામાં આવેલ છે.ખબરો પ્રમાણે આ આખું મિશન 21 મિનિટ ચાલ્યું.

આખા દેશ માં છે જશ્ન નો માહોલ

26 તારીખે જ્યારે આખો દેશ ઉઠ્યો ત્યારે સોસીયલ મીડિયા માં આ વાત આગની જેમ ફેલાઈ ગઈ હતી.આ પછી બધા મોદી સરકાર ના વખાણ કરી રહ્યા છે,જશ્ન મનાવી રહ્યા છે ને એરફોર્સ ની સફળતા પર તેના વખાણ કરી રહ્યા છે.બધીજ ન્યૂઝ ચેનલો માં પાકિસ્તાન ને ધૂળ ચટાવવાની વાત જ ચાલુ છે અને ન પણ શા માટે થાય આજથી 12 દિવસ પહેલા આખો દેશ એકસાથે રડી રહ્યો હતો આજે એ 40 જવાનો ની શહીદી ને સાચી શ્રદ્ધાંજલિ મળી હશે.બધીજ બાજુ પાકિસ્તાન મુરદાબદ નો નારો લાગી રહ્યો છે અને આખા દેશ માં હોળી દિવાળી જેવો માહોલ છવાયો છે.આ બદલા ની જાણકારી પાકિસ્તાન દ્વારા પણ પુષ્ટિ કરવામાં આવી છે કે ત્યાં સર્જીકલ સ્ટ્રાઈક થઈ છે.

Friday, February 22, 2019

મોદી સરકારે ખેડૂતોને આપી વધુ એક મોટી ભેટ, ‘કુસુમ’ યોજનાને મળી ગઈ મંજૂરી, કોને અને કેવી રીતે મળશે લાભ

ચૂંટણી પહેલા મોદી સરકાર ખેડૂતોને એક મોટી ભેટ આપી છે. કુસુમ યોજનાને લાગૂ કરવાના પ્રસ્તાવને મંજૂરી મળી ગઈ છે.
આ યોજના હેઠળ ખેડૂતોને ખેતીમાં સિંચાઈ કરવા માટે સોલર પંપ આપવામાં આવશે. કુસુમ યોજનાની જાહેરાત કેન્દ્ર સરકારના બજેટ 2018-19માં કરવામાં આવી હતી. નાણાં મંત્રી અરૂણ જેટલીએ કુસુમ યોજનાની જાહેરાત કરી હતી. મોદી સરકારે ‘કિસાન ઊર્જા સુરક્ષા અને ઊત્થાન મહાઅભિયાન'(KUSUM)યોજના વિજળીની મુશ્કેલી સહન કરી રહેલા વિસ્તારોને ધ્યાનમાં રાખીને શરૂ કરવામાં આવી છે.

આ યોજના માટે કેન્દ્ર સરકાર 34,422 કરોડ રૂપિયા પ્રદાન કરશે. આ યોજનાનો ઉદ્દેશ 2022 સુધી 25.75 ગીગાવોટ સૌર ઊર્જા અને ખેડૂતોને નાણાંકીય અને પાણીની સુરક્ષા આપવાની છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક મામલે મંત્રીમંડળની બેઠકમાં આ નિર્ણય કર્યો છે. સૌર કૃષિ પંપોથી એક વર્ષમાં 1.2 અરબ લીટર ડીઝલની બચત થશે. તેનાથી ક્રૂડ ઓઈલની આયાતમાં થતાં ખર્ચમાં પણ ઘટાડો થશે. આ યોજનાથી 6.31 લાખ લોકોને રોજગારી મળવાની શકયતાઓ છે.

ભારતમાં ખેડૂતોને સિંચાઈ માટે ખુબ મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને વધારે કે ઓછો વરસાદ પડવાથી ખેડૂતોના પાકને નુકસાન થાય છે. કેન્દ્ર સરકારની કુસુમ યોજના દ્વારા ખેડૂતોને તેમની જમીનમાં સૌર ઊર્જાના સાધન અને પંપ લગાવીને તેમના ખેતરોમાં સિંચાઈ કરી શકે છે. કુસુમ યોજનાની મદદથી ખેડૂત તેની જમીન પર સોલર પેનલ લગાવીને તેનાથી ઉત્પન્ન થતી વીજળીનો ઉપયોગ ખેતી માટે કરી શકે છે. ખેડૂતની જમીન પર ઉત્પન્ન થતી વીજળીથી આજુબાજુના ગામોમાં વીજળીનો પૂરવઠો શરૂ કરી શકાય છે.

Tuesday, February 12, 2019

Railway ની સૌથી મોટી સેવા, હવે General ટિકિટ માટે લાઇન માં ઉભવું નહીં પડે,Rail મુસાફરી બની ખુબજ સરળ જાણો UTS App ના ફાયદા…



હવે Railway યાત્રા કરવા માટેની Ticket માટેની લાંબી લાઇનો માંથી રાહત મળી શકે છે. હવે 1 November બાદ લાગૂ કરવામાં આવેલી આ UTS App યોજનાને કારણે ટીકિટ માટેની લાંબી લાઇનો માંથી છૂટકારો મળી જશે.

જ્યારે તમારે રેલવેની મુસાફરી શરૂ કર્યા પહેલા અનારક્ષિત (Unreseved) Tickets લેવા માટે લાંબી લાઇનમાં ઉભા રહેલુ પડતું હતું. આ તમામ લોકો માટે માથાના દુખાવા સમાન બાબત હતી. પરંતુ 1 નવેમ્બર થી UTS App થી ટીકિટ માટે લાઈન માં ઉભેલા લોકો જૂની વાત થઇ જશે!

Indian Railways અનારક્ષિત ટિકીટ કાઉન્ટર પર લગતી લાંબી લાઇનોને ધ્યાને રાખીને રેલવે 1 નવેમ્બરથી સમગ્ર દેશમાં UTS Mobile App શરૂ કરી છે. આ સુવિધા શરૂ થયા બાદ તમારે ટિકીટ લેવા માટે લાઇનમાં ઉભા રહેવાની જરૂર નથી.

UTS App (Unreserved ticketing system on Mobile) ની શરૂઆત 4 વર્ષ પહેલા કરવામાં આવીહતી.પણ મુંબઈ ને દિલ્હી જેવા મહાનગરો સિવાય બીજા કોઈ રાજ્યો માં ઓછો રિસ્પોન્સ મડ્યો હોવાતી App ની કામગીરી CRIS (Center for Railway Information Syatem)દ્વારા બંધ કરવામાં આવેલી હતી.

UTS App ની મદદ થી ઓનલાઈન ટિકિટ બુક કરી શકો પણ તેના માટે તમારે રેલ સ્ટેશન થી 25 થી 30 મીટર ના આંતર પર રહેવું ફરજીયાત. એટલે કે પ્લેટફોર્મ પર જઈને જ UTS App થી Online Booking પોસિબલ થશે. કોઈપણ એક યુઝર ના મૉબાઇલ એપ માંથી વધુમાં વધુ 4 Tickets જ બુક કરી શકાશે.
આ એપ એવાન્સ બુકિંગ માટે નથી,Unreserved Tickets Booking માટે જ છે.

અનારક્ષિત ટિકીટ સિવાય તમે UTS Mobile App Platform Tickets અને માસિક પાસ (Season Tickets) પણ ખરીદી શકો છો.
App Download કર્યા પછી તમારા મોબાઈલ નંબર અને નામ અને પાસવર્ડ એન્ટર કરી રજીસ્ટર કરો, જો તમે પહેલી વાર આ એપ વાપરતા હોય તો.પહેલેથી જ રજીસ્ટર હોય તો મોબાઈલ નંબર અને પાસ્વર્ડ થી સીધું લોગીન કરી શકો.


Monday, February 11, 2019

સ્ટેચ્યુ ઓફ યુનિટી બાદ ગુજરાતમાં બની રહ્યું છે વિશ્વ નુ સૌથી વિશાળ ક્રિકેટ સ્ટેડિયમ, જાણો ક્યાં


મિત્રો , થોડા સમય પહેલા જ સરદાર પટેલ ની યાદ મા સ્ટેચ્યુ ઓફ યુનિટી ની સ્થાપના કરી સમગ્ર વિશ્વ મા ખ્યાતિ મેળવ્યા બાદ હવે આપણો દેશ વિશાળ ક્રિકેટ ના સ્ટેડીયમ ના નિર્માણ તરફ પોતાના કદમો આગળ ધપાવી રહ્યુ છે. આ સ્ટેડીયમ નુ નિર્માણ અમદાવાદ શહેર મા થઈ રહ્યુ છે.

આ સ્ટેડીયમ ના નિર્માણ અમુક ઝલક ગુજરાત ક્રિકેટ એસોશિએસન ના ઉપાધ્યક્ષ પરિમલ નાથવાણી એ પોતાના ટ્વીટર પર શેર કરી. તે જણાવે છે કે આ અમદાવાદ ના મોઢેરા મા નિર્માણ પામતુ સ્ટેડીયમ વિશ્વ નુ સૌથી વિશાળ સ્ટેડીયમ બનશે. હાલ વિશ્વ નુ સૌથી વિશાળ સ્ટેડીયમ ઓસ્ટ્રેલીયા નુ એમ.સી.જી-મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ છે.

આ સ્ટેડીયમ મા અંદાજીત ૧ લાખ ૧૦ હજાર દર્શકો મેચ નો આનંદ માણી શકે. ૬૩ એકર જમીન પર નિર્માણ થઈ રહેલા આ સ્ટેડીયમ મા ૩ પ્રેક્ટીસ ગ્રાઉન્ડ , ક્લબ હાઉસ, ઓલમ્પિક સાઈઝ સ્વિમિંગ પુલ અને એક ઈન્ડોર ક્રિકેટ એકેડમી ઉપલબ્ધ હશે. સ્ટેડીયમ ના આ પાર્કિંગ મા અંદાજિત ૩ હજાર ફોર વ્હિલ તથા ૧૦ હજાર ટુ વ્હિલ પાર્ક થઈ શકશે.

સ્ટેડીયમ ના નિર્માણ મા એક પણ થાંભલો નહી હોય જેથી કોઈપણ જાત ના અડચણ વગર શાંતિ થી મેચ નિહાળી શકશો. સ્ટેડીયમ મા ત્રણ મુખ્ય દ્વાર હશે. આ ઉપરાંત ટ્રાફિક ની સમસ્યા ના ઉદ્દભવે તે માટે એક વધારા નો માર્ગ બનાવવા નુ આયોજન પણ ચાલી રહ્યુ છે. આ સંપૂર્ણ સ્ટેડીયમ નુ નિર્માણ કરવા માટે ગુજરાત ક્રિકેટ એસોશિએસન અને બીસીસીઆઈ અંદાજિત ૭૦૦ કરોડ રૂપીયા નો ખર્ચ કરી રહ્યુ છે.

તમે આ લેખ ''મોજે મસ્તરામ” ની repost છે. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું “Gujjustalk” પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…

Sunday, February 10, 2019

42 રૂપિયા ખર્ચ કરીને ભરો આ યોજનાનું ફોર્મ, દર મહિને તમારા એકાઉન્ટમાં 5,000 નાખશે સરકાર

મોદી સરકારે એમ તો આમજનતાના કલ્યાણ માટે ઘણી યોજનાઓ શરુ કરી છે, જેનાથી લાખો લોકોને લાભ થયા છે. આ યોજનાઓમાંથી જ એક છે ‘અટલ પેંશન યાજના’. આ યોજના અંતર્ગત તમે એક મહિનામાં 42 રૂપિયા જમા કરવો છો તો 60 વર્ષની ઉમર પછી તમને દર મહિને 5000 રૂપિયા મળશે.

જણાવી દઈએ કે અટલ પેંશન યોજના ખાસ કરીને પ્રાઇવેટ ક્ષેત્રોમાં કામ કરતા લોકો માટે આ એક ખૂબ જ ખાસ યોજના છે. અટલ પેંશન યજનામાં ન ફક્ત તમે ઓછી રકમ જમા કરાવીને દરેક મહિને વધુ પેંશનના હકદાર બની શકો છો, પણ કસમય મૃત્યુના કિસ્સામાં તમારા પરિવારને પણ આનો લાભ અપાવી શકે છે.

અટલ પેંશન યોજના 9 મે 2015ના રોજ લોન્ચ કરવામાં આવી હતી. આ યોજનાનો હેતુ ઘડપણમાં વ્યક્તિને સહારો આપવાનો છે. આ પેંશન ફંડને ઇન્શ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલોપમેન્ટ ઓથોરિટી ચલાવે છે. તમે વૃદ્ધાવસ્થા દરમ્યાન પોતાના સહારા માટે આ યોજનાની પસંદગી કરી શકો છો.

આ યોજનાના ફાયદા – આ અસંગઠિત ક્ષેત્રમાં કામ કરવાવાળા 18થી 40 વર્ષની ઉંમરના લોકો માટે જ છે. આ સુવિધા એ લોકો માટે છે જેઓ ટેક્સ નથી ભરતા અને જેનું ઈપીએફ અને ઈપીએસ એકાઉન્ટ નથી. આ અંતર્ગત, તમે 60 વર્ષની ઉંમરે પેંશનના હકદાર હશો. આ યોજનામાં, પેન્શન 1000 રૂપિયાથી 5000 રૂપિયા સુધીનું રહેશે.

જો તમે અટલ પેંશન યોજના અંતર્ગત 42 રૂપિયાની માસિક રકમ જમા કરવો છો તો તમને 60 વર્ષની ઉંમર પછી 1000 રૂપિયાનું માસિક પેંશન મળશે. જયારે દર મહિને 210 રૂપિયા જમા કરાવનારને 60 વર્ષ થવા પર 5000 રૂપિયાનું પેંશન મળશે. યોગદાન રાશિ બેન્ક એકાઉન્ટમાંથી જાતે જ ડેબિટ થઇ જશે. 31 માર્ચ 016 સુધી જે લોકો પણ આ યોજનાનો ભાગ બની ચુક્યા છે તેમને પહેલા પાંચ વર્ષોમાં જમા થવાવાળી રકમના 50 ટકા યોગદાન સરકાર આપશે. 60 વર્ષ પછી જો એકાઉન્ટ હોલ્ડર મૃત્યુ પામે છે તો પેંશનની રકમ તેના જીવનસાથીને આપી દેવામાં આવશે. ત્યારે જો પત્નીનું પણ મોત થઇ જાય છે તો નોમિનીને 1000 રૂપિયા પેંશન માટે 1થી 7 લાખ અને 5000 રૂપિયાના પેંશન માટે 5થી 8 લાખ રૂપિયા મળશે.

જાણો કેટલા પેંશન માટે આપવા પડશે કેટલા રૂપિયા:
આ યોજના અંતર્ગત તમે તમારી ઉમર અને ઇચ્છિત પેંશનના હિસાબથી પ્રીમિયમ ભરી શકો છો. ધારો કે તમારી ઉમર 18 વર્ષ છે અને તમે 60 વર્ષની ઉમર પછી 1000 રૂપિયાનું માસિક પેંશન ઈચ્છો છો, તો તેના માટે તમારે ફક્ત 42 રૂપિયા માસિક ભરવા પડશે. જયારે 2000 રૂપિયાના માસિક પેંશન માટે 84 અને 3000 રૂપિયાના માસિક પેંશન માટે 126 રૂપિયા આપવા પડશે. પોતાની ઉંમરના હિસાબથી તમારે રકમ જમા કરાવવી પડશે.