Get me outta here!

Sunday, February 16, 2020

વોડાફોન-આઇડિયા ભારતનો વેપાર બંધ કરે એવી શક્યતાઃ એક લાખ નોકરીઓ પર જોખમ



સુપ્રીમ કોર્ટે ટેલિકોમ કંપનીઓને એડજસ્ટ ગ્રોથ રેવન્યુ (AGR)ની ચુકવણીને લઈને આપેલા આદેશ પછી દેશભરમાં ટેલિકોમ કંપનીઓમાં હડકંપ મચી ગયો છે. આ આદેશ પછી વોડાફોન-આઇડિયાને અસ્તિત્વ ટકાવી રાખવું મુશ્કેલ બન્યું છે, કેમ કે કંપનીનની ડિસેમ્બર ત્રિમાસિકમાં પણ ખોટમાં વધારો થયો વોડાફોન-આઇડિયાના બાકી લેણાંની રકમ જોતાં કંપની પોતાનો ભારત ખાતેનો વેપાર સમેટી પણ લે, એવી શક્યતા છે. આનાથી એક લાખથી વધુ લોકોની આજીવિકા પ્રભાવિત થવાની શક્યતા છે.
વોડાફોન-આઇડિયા પર રૂ. 53,000 કરોડનાં બાકી લેણાં
સુપ્રીમ કોર્ટે 24 ઓક્ટોબર, 2019એ ચુકાદામાં ટેલિકોમ કંપનીઓને એડજસ્ટ ગ્રોથ રેવન્યુ (AGR)ની ચુકવણી કરવા કહ્યું હતું. આ આદેશ પછી ટેલિકોમ ક્ષેત્રે જબરદસ્ત હરીફાઈનો સામનો કરી રહેલી કંપનીઓ પર રૂ. 1.47 લાખ કરોડનાં બાકી લેણાં છે. 
વોડાફોન-આઇડિયા પર રૂ. 53,038 કરોડનાં બાકી લેણાં છે. આ બાકી લેણાંની ચુકવણી માટે શુક્રવારે સુપ્રીમ કોર્ટે ટેલિકોમ કંપનીઓ અને ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સને (ડોટ) ફટકાર લગાવી હતી. ત્યાર બાદ ડોટે ટેલિકોમ કંપનીઓને બાકી રકમને ચૂકવવા માટે શુક્રવાર રાત્રે 12 વાગ્યાનો સમય આપ્યો હતો. હવે જો કંપની આવામાં કામગીરી બંધ કરી દે તો કમસે કમ એક લાખથી વધુ લોકો બેરોજગાર થઈ જાય. આરકોમના ચેરમેનના જણાવ્યા મુજબ ટેલિકોમ વર્લ્ડમાં 20 લાખ નોકરીઓ જતી રહી છે.

વોડાફોન-આઇડિયાએ ગુરુવારે ડિસેમ્બર ત્રિમાસિકનાં પરિણામો જાહેર કર્યા હતાં. જેમાં વર્ષ 2019-20ના ત્રીજા ત્રિમાસિક ગાળા દરમ્યાન કંપનીની ખોટ વધીને રૂ. 6,438.80 (રૂ. 5,004.6) કરોડ થઈ છે. આ ઉપરાંત ડિસેમ્બર, 2019એ પૂરા થતા ત્રિમાસિક દરમ્યાન કંપનીની કુલ આવક પાંચ ટકા ઘટીને રૂ. 11,380.5 કરોડ થઈ હતી.

Wednesday, January 8, 2020

ત્રીજા વિશ્વયુદ્ધ નાં ભણકારા : ટ્રમ્પની ઈરાનને ચેતવણીઃ અમારી પર હુમલો કર્યો તો ઈરાનના 52 સ્થળો પર હુમલા કરીશું

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શનિવારે ચેતવણી ઉચ્ચારી છે કે જો ઈસ્લામિક રાષ્ટ્ર ઈરાન અમેરિકાના સૈનિકો પર કે સંપત્તિ પર હુમલા કરશે તો અમેરિકા ઈરાનમાં 52 સ્થળોને ટાર્ગેટ બનાવીને એની પર હુમલા કરશે અને ખૂબ જ ઝડપથી અને ખૂબ જ ખતરનાક ફટકો મારશે.
અમેરિકા, ઈરાન વચ્ચે તંગદિલી વધી; યુએસ પ્રમુખ ટ્રમ્પે ઈરાનને ચેતવણી આપી, જો અમારી પર હુમલો કર્યો તો અમે 52 સ્થળો પર હુમલા કરીશું.

ગયા શુક્રવારે ઈરાકના પાટનગર બગદાદમાં ઈરાનના ટોચના લશ્કરી અધિકારીનું મોત નિપજાવનાર અમેરિકી દળોના હવાઈ હુમલાનો બચાવ કરતા ટ્રમ્પે ટ્વિટ્સ કર્યા છે અને કહ્યું છે કે 52 આંકડો ઈરાને ઘણા વર્ષો પહેલાં બાનમાં પકડેલા 52 અમેરિકન નાગરિકોના આંકડાને દર્શાવે છે.

ઉલ્લેખનીય છે કે, ઈરાની શાસકોએ 1979ના નવેંબરમાં પાટનગર તેહરાનમાં યુએસ દૂતાવાસ પર કબજો જમાવ્યા બાદ 52 અમેરિકન નાગરિકોને બાનમાં પકડ્યા હતા. એ અમેરિકનોને ઈરાને 444 દિવસો સુધી બાનમાં પકડ્યા હતા.
ટ્રમ્પે ટ્વીટમાં કહ્યું છે કે 52માંના અમુક સ્થળો ઈરાનમાં ઘણા જ ઉચ્ચ સ્તરીય અને અને ઈરાની સંસ્કૃતિ માટે મહત્ત્વના છે. અમેરિકા એ લક્ષ્યાંકો પર ખૂબ જ ઝડપથી ત્રાટકશે અને એ ફટકો ખૂબ જ ખતરનાક હશે. અમેરિકા હવે વધારે ધમકીઓ નહીં આપે.

ટ્રમ્પે અમેરિકા ઈરાનમાં કયા સ્થળો પર હુમલા કરશે એ જણાવ્યું નથી.
અમેરિકી દળોએ ગયા શુક્રવારે બગદાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ડ્રોન વડે કરેલા હવાઈ હુમલામાં ઈરાકના ઉગ્રવાદીઓને સમર્થન આપતા ઈરાનના લશ્કરી કમાન્ડર કાસીમ સુલેમાની તથા ઈરાકના ઉગ્રવાદી નેતા અબુ માહદી અલ-મુહાન્ડીસ માર્યા ગયા હતા. એ બંનેનાં મૃત્યુ બદલ શોક વ્યક્ત કરવા હજારો ઈરાકી લોકોએ શનિવારે કૂચ કાઢી હતી.


છેલ્લા અમુક દિવસોની ઘટનાઓ અને ઈરાન પર ત્રાટકવાની ટ્રમ્પની ધમકીને કારણે મધ્યપૂર્વમાં તંગદિલી ખૂબ વધી ગઈ છે.

ઈરાને સુલેમાનીની હત્યાનો બદલો લેવાની જાહેરાત કરી
દરમિયાન, ઈરાનના કોમ શહેરની મસ્જિદ-એ-જમકરાનની ઉપર લાલ ઝંડો ફરકાવી દેવામાં આવ્યો છે જે યુદ્ધનું પ્રતિક ગણવામાં આવે છે.

ઈરાની લશ્કરના બ્રિગેડિયર જનરલ અબૂલ ફૈઝલ નામના વરિષ્ઠ કમાન્ડરે એલાન કર્યું છે કે જનરલ કાસીમ સુલેમાનીની મોતનો ઈરાન અમેરિકા પર જરૂર બદલો લેશે. અમેરિકા પર બદલો લેવા માટે યોગ્ય સ્થળ અને યોગ્ય સમયની રાહ જોવામાં આવશે.
અબૂલ ફૈઝલે એમ પણ કહ્યું છે કે અમે અમેરિકાના આ કૃત્યનો જવાબ આપવા માટે શાંતિથી અમારો પ્લાન બનાવીશું અને જોરદાર ફટકો મારીશું.
ઉલ્લેખનીય છે કે, ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા અલી ખામેનીએ પણ સુલેમાનીની હત્યાનો બદલો લેવાની પ્રતિજ્ઞા લીધી છે.


Wednesday, December 25, 2019

ગુરુવારે સવારે સૂર્યગ્રહણઃ 296 વર્ષ બાદ થશે દુર્લભ અવકાશી નજારો



વર્ષ 2019નું આખરી સૂર્યગ્રહણ આવતીકાલે ગુરુવારે સવારે થશે. આ સૂર્યગ્રહણ દુર્લભ ગણાય છે, કારણ કે આ પ્રકારનું ગ્રહણ 296 વર્ષ પહેલાં, એટલે કે 1723ની સાલમાં 7 જાન્યુઆરીએ થયું હતું.

296 વર્ષ બાદ ફરી વાર ગ્રહ-નક્ષત્રોની સ્થિતિ ફરી 26 ડિસેંબર, 2019માં થશે.
ગુરુવારે ગ્રહણનો સ્પર્શ સવારે 8 વાગ્યાને 21 મિનિટે થશે. ગ્રહણનો મધ્ય ભાગ સવારે 9.40 વાગ્યે થશે અને ગ્રહણનો મોક્ષ સવારે 11.14 વાગ્યે થશે. આમ, ગ્રહણનો સમય બે કલાક અને 53 મિનિટનો રહેશે. ગ્રહણનું સૂતક 12 કલાક પૂર્વે એટલે કે બુધવારે રાતે 8.21 વાગ્યાથી લાગી ગયું છે.
આ વખતનું સૂર્યગ્રહણ ધન રાશીમાં થઈ રહ્યું છે એટલે મૂળ નક્ષત્રનાં જાતકોએ આ ગ્રહણ જોવું ન જોઈએ, એવી શાસ્ત્રોનાં જાણકારોની સલાહ છે.
ગ્રહણ કાળમાં ભગવાન સૂર્યનારાયણ તથા ભગવાન વિષ્ણુના મંત્રનો જાપ કરવો જોઈએ. સૂતકના સમયમાં તેમજ ગ્રહણના સમયમાં ભગવાનની મૂર્તિને સ્પર્શ કરવાનું નિષેધ ગણાયું છે. એવી જ રીતે, ગ્રહણકાળમાં ખાવા-પીવાનું, સૂવાનું, નખ કાપવાનું, ભોજન બનાવવાનું, તેલ લગાડવાનું વગેરે અમુક કાર્યો કરવાની શાસ્ત્રો અનુસાર મનાઈ છે.
આ ગ્રહણ તુલા, કુંભ અને મીન રાશીનાં જાતકો માટે શુભ ફળ આપનારું બની રહેશે.
આ ગ્રહણ ભારત ઉપરાંત સાઉદી અરેબિયા, કતર, સંયુક્ત આરબ અમિરાત, ઓમાન, શ્રીલંકા, મલેશિયા, ઈન્ડોનેશિયા, સિંગાપોર દેશોમાં પણ જોવા મળશે.
ગ્રહણના વિસ્તારની ભૌગોલિકતાને કારણે ભારતમાં, દક્ષિણ ભાગના વિસ્તારોમાં ગ્રહણ વધારે સ્પષ્ટ રીતે જોવા મળશે.
જોકે ભારતમાં દરેક વિસ્તારમાં થોડુંક ગ્રહણ તો ચોક્કસ જોવા મળશે. ગ્રહણનો સૌથી મધ્ય ભાગ 3 મિનિટનો રહેશે.
મુંબઈમાં વિમાનમાંથી લેવામાં આવશે સૂર્યગ્રહણની તસવીરો

દેશમાં પહેલી જ વાર, સૂર્યગ્રહણની તસવીરો આવતીકાલે મુંબઈમાં આકાશમાંથી પાડવામાં આવનાર છે. શહેરની બે સંસ્થા આ કામ કરવાની છે. આ બે સંસ્થા છે – MAB એવિએશન (વિલે પારલે) અને સ્પેસ ગ્રીક્સ.

MAB એવિએશનના અરવિંદ જાધવે કહ્યું કે સૂર્યગ્રહણની તસવીરો ખેંચવા માટે બે વિમાનને આકાશમાં મોકલવામાં આવશે. બંને વિમાન સવારે 8.30 વાગ્યે જુહૂ એરોડ્રોમ પરથી ટેક ઓફ્ફ કરશે અને શહેરના ઉત્તરીય ભાગ તરફ આગળ વધશે, ત્યાંથી શિર્ડી તરફ જશે અને સૂર્યગ્રહણની તસવીરો પાડીને 9.45 વાગ્યે જુહૂ એરોડ્રોમ પર પાછા ફરશે.

વિમાનમાં ફોટોગ્રાફરો, વિજ્ઞાનીઓ, અવકાશવીરો અને સેલિબ્રિટી વ્યક્તિઓની એક ટીમ હશે.

સૂર્યગ્રહણ નરી આંખે ન જોવું
આ તસવીર અનુસાર, કાળી પટ્ટીઓ ઘટ્ટ અને ઝાંખા રંગમાં બતાવી છે એ મુજબ ગ્રહણ વધારે-ઓછું દેખાશે. એકદમ કાળી પટ્ટીવાળા વિસ્તારોમાં ગ્રહણ 93 ટકા જેટલું દેખાશે અને ભારતના ઉત્તર તરફ એ ઓછું દેખાશે. મુંબઈમાં 62 ટકા દેખાશે, દિલ્હીમાં 30 ટકા દેખાશે.
એવી કડક ચેતવણી આપવામાં આવી છે કે આવતીકાલે સૂર્યગ્રહણ નરી આંખે જોવું નહીં. માત્ર સુરક્ષિત ચશ્મા કે સાધન વડે તેમજ યોગ્ય ટેકનિક દ્વારા જ એ જોવું. સૂર્યગ્રહણ વખતે સૂર્યનો 99 ટકા ભાગ ચંદ્રથી ઢંકાઈ જશે, તે છતાં આસપાસ જે પ્રકાશ દેખાશે એ આંખોને નુકસાન કરશે. કંકણાકૃતિ પણ નરી આંખોને નુકસાન કરવા માટે પૂરતું હશે એ ખાસ ધ્યાનમાં રાખવું.


Monday, December 2, 2019

સસ્તાઈનો જમાનો ગયો; મોબાઈલ રિચાર્જ મોંઘું થયું, કંપનીઓએ ચાર્જિસ 50% વધારી દીધા


મુંબઈ – કેન્દ્ર સરકાર હસ્તકની ટેલિકોમ કંપનીઓ – બીએસએનએલ અને એમટીએનએલ આર્થિક ખોટમાં ડૂબી ગઈ છે ત્યારે ખાનગી ક્ષેત્રની કંપનીઓ પણ તરફડિયાં મારી રહી છે. વોડાફોન-આઈડિયા, ભારતી એરટેલ અને રિલાયન્સ જિયો જેવી કંપનીઓએ એમનાં મોબાઈલ ફોન ગ્રાહકોને સસ્તા દરે કોલ્સ અને ઈન્ટરનેટ ડેટાની સુવિધા પૂરી આપવાનું બંધ કરી દીધું છે. આ કંપનીઓએ એમની પ્રી-પેઈડ સેવાઓનાં દરોમાં 50 ટકા જેટલો વધારો કર્યો છે. આમ, આ કંપનીઓનાં ગ્રાહકોના ખિસ્સા પર નવો બોજો આવી પડશે
એરટેલ અને વોડાફોને અનલિમિટેડ કેટેગરીમાં નવા દર જાહેર કર્યા છે. હાલના પ્રી-પેઈડ પ્લાન્સની  સરખામણીમાં નવા પ્લાન્સના ચાર્જિસ 50 ટકા જેટલા વધારે છે. નવા ચાર્જિસ 3 ડિસેંબરથી લાગુ કરાશે.
3 ડિસેંબરથી એરટેલ અને વોડાફોનઆઈડિયા કંપનીઓનાં ગ્રાહકોએ ચાર અઠવાડિયા સુધી (28 દિવસ) માટે મોબાઈલ ફોન પરથી કોલ્સ કરવા અને ઈન્ટરનેટ એક્સેસ કરવા માટે મિનિમમ રૂ. 49 ચૂકવવા પડશે
રિલાયન્સ જિયોએ કહ્યું છે કે તે 6 ડિસેંબરથી ઓલ-ઈન-વન પ્લાન્સ બહાર પાડશે, જે અંતર્ગત અનલિમિટેડ વોઈસ અને ઈન્ટરનેટ ડેટાનાં દર 40 ટકા જેટલા ઊંચા હશે.
ચાર્જિસ વધારવાની જાહેરાત સૌથી પહેલાં વોડાફોન-આઈડિયાએ કરી હતી. ત્યારબાદ એરટેલે જાહેરાત કરી્ હતી.
છેલ્લા ચાર વર્ષમાં આ કંપનીઓએ મોબાઈલ ફોન કોલ્સ અને ડેટાનાં દરમાં આ પહેલી જ વાર વધારો કર્યો છે. પરંતુ એ પાંચ કે 10 ટકા નથી, પણ 50 ટકા જેટલો છે.
એરટેલ પ્રી-પેઈડ વાર્ષિક રિચાર્જ માટે અગાઉ 1,699 રૂપિયા લેતી હતી, પણ હવે રૂ. 2,398 ચૂકવવા પડશે.
82/84 દિવસની વેલિડિટીવાળા પ્લાન માટે અગાઉ 399/448 રૂપિયા ચૂકવવા પડતા હતા, પણ હવે રૂ. 598 ચૂકવવા પડશે. એવી જ રીતે, 28 દિવસના પ્લાનમાં પણ એરટેલે 79 રૂપિયા સુધીનો વધારો કરી દીધો છે.

વોડાફોનના ગ્રાહકોને વાર્ષિક રિચાર્જ માટે રૂ. 1,699 ચૂકવવા પડતા હતા, પણ હવે રૂ. 2,399 ચૂકવવા પડશે. એવી જ રીતે, 84 દિવસના પ્લાન માટે રૂ. 458 ચૂકવવા પડતા હતા જે હવે રૂ. 599 ચૂકવવા પડશે.

Tuesday, May 7, 2019

ઘોરણ 12 પછી આ રીતે બની શકાય છે કોમર્શીયલ પાઈલોટ, જાણો ફીસ-સેલેરીથી માંડી ને દરેક માહિતી વિષે


ભારત માં એવિએશન સેક્ટર તેજી થી વિકાસ કરી રહ્યું છે. કોમર્શીયલ પાઈલોટ એક એવી જોબ છે જેની માંગ ક્યારેય ઓછી નથી થતી. ભારત નું સિવિલ એવિએશન ઘણું ગ્રોથ કરી રહ્યું છે. 2020 સુધીમાં એવું લાગે છે કે ભારત વિશ્વ નું ત્રીજા નંબર નું એવીએશન માર્કેટ બની જશે. એવા માં આ સેક્ટર માં ઘણી ભરતીઓ થશે. અને તેમાં કોમર્શીયલ પાઈલોટ ની માંગ ખુબ જ વધી જશે. આ જોબ કરવા માટે ક્ખુબ જ સાહસ અને સમજદારી ની જરૂરિયાત છે.

જો તમને તમારા માં આ ખૂબી દેખાય છે તો એવીએસન સેક્ટર તમારા જેવા યુવાનો ની જ રાહ જોઈ રહ્યું છે. આ માટે તમારી શેક્ષણીક યોગ્યતા 12 પાસ હોવી જરૂરી છે. 12 માં મેથ્સ અને ફીઝીક્સ માં પાસ હોવું જરૂરી છે. જો તમે 12 માં આ વિષયો નતા રાખ્યા તો ટેન્સન લેવાની જરૂર નથી. તમે ઓપન સ્કૂલિંગ દ્વારા આ પરિક્ષા પાસ કરી શકો છો. આ બાદ તમારે પાઈલોટ ના લાઇસન્સ મેળવવા ના રહેશે. જે ત્રણ પ્રકાર ના હોય છે.

એક છે સ્ટુડન્ટ લાઇસન્સ આ માટે તમારે 12 સાયન્સ માં 50 ઉપર માર્ક્સ મેળવવા જરૂરી છે.તેના માટે ઉમર 16 વર્ષ ની અને હાઈટ 5.5 ની હોવી જરૂરી છે.પછી ઓન્જેક્તીવ ટેસ્ટ હશે. પછી આ લાયસન્સ મળશે. આ બાદ હોય છે પ્રાઇવેટ પાઈલોટ લાઇસન્સ આ માટે તમારે થીયરી અને પ્રેક્ટીકલ બંને પરિક્ષ દેવાની રહેશે. આ માટે તમારી ઓછા માં ઓછી ઉમર 17 વર્ષ હોવી જરૂરી છે.  આ મેળવવા માટે 2 થી 5 લાખ નો ખર્ચ થશે. આ બાદ છેલ્લે હોય છે કોમર્શીયલ પાઈલેટ લાયસન્સ જે છેલ્લું સ્ટેજ છે.

પાઈલોટ દરેક વિમાન માટે ખુબ જ મહત્વ નો હોય છે. એમના પાસે ઘણી વિપરીત પરિસ્થિતિ સામે લડવા ની ક્ષમતા હોવી જરૂરી છે. આ શિવાય અમુક ટેકનીકલ જ્ઞાન પણ તેની પાસે હોવું જરૂરી છે. આ થોડું અધરું છે પણ પછી જ તમને લાયસન્સ મળશે. આ પોસ્ટ માટે ઘણી સેલેરી મળે છે. ટ્રેની પાઈલોટ ને મહીને 15 થી 20 હજાર સેલેરી મળે છે. અને પછી જુનિયર પાઈલોટ ને 1 લાખ થી વધુ સેલેરી મળે છે. અને સીનીયર પાઈલોટ ને 2.50 લાખ જેટલી સેલેરી મળે છે. આ પછી એમની યોગ્યતા અનુસાર સેલેરી વધ ઘટ થાય છે.

Sunday, March 17, 2019

એસબીઆઈ એ ગ્રાહકો માટે લોન્ચ કરી નવી સર્વિસ, હવે એટીએમ થી કાર્ડ વગર નીકાળી શકો છો પૈસા


એસબીઆઈ એ ગ્રાહકો માટે લોન્ચ કરી નવી સર્વિસ, હવે એટીએમ થી કાર્ડ વગર નીકાળી શકો છો પૈસા

SBI બેન્ક એ પોતાના ગ્રાહકો માટે નવી સર્વિસ શરુ કરી છે. તેના દ્વારા હવે ગ્રાહક એટીએમ થી એટીએમ કાર્ડ ના વગર પણ પૈસા નીકાળી શકો છો.
દેશ ના સૌથી મોટી સરકારી બેન્ક એસબીઆઈ પોતાના ગ્રાહકો માટે ખાસ સર્વિસ લઈને આવ્યા છે.આ નવી સર્વિસ ના દ્વારા હવે એસબીઆઈ ના ગ્રાહક એટીએમ કાર્ડ નો ઉપયોગ કર્યા વગર જ પૈસા નીકાળી શકશો. આ નવી સર્વિસ નું નામ Yon Cash છે, જેનો ઉપયોગ કરવા પર ગ્રાહક આ સુવિધા નો લાભ લઇ શકશો. જણાવી દઈએ, એસબીઆઈ ના 1.65 લાખ એટીએમ થી હવે પૈસા નિકાળવા માટે એટીએમ કાર્ડ ની જરૂરત નહીં પડે. એસબીઆઈ દેશ ની પહેલી એવી બેન્ક બની ગઈ છે જે ગ્રાહકો ના વગર એટીએમ કાર્ડ ઉપયોગ કર્યા વગર જ પૈસા નિકાળવાની સુવિધા આપી રહ્યા છે. જાણકારી માટે જણાવી દઈએ, યોનો એક ડિજિટલ બેન્કિંગ પ્લેટફોર્મ છે જે 85 ઈ-કોમર્સ કંપનીઓ ની સેવા આપે છે. 2017 નવેમ્બર માં યોનો ડિજિટલ એપ લોન્ચ થઈ હતી. Yono App ને ફેબ્રુઆરી 2019 સુધી 1.8 કરોડ લોકો ડાઉનલોડ કરી ચુક્યા છે અને તેના 70 લાખ એક્ટિવ યુઝર્સ છે. આ એપ ને એસબીઆઈ ના ગ્રાહક એંડ્રોઇડ અને આઈઓએસ પર ડાઉનલોડ કરી શકે છે.

એવી રીતે નીકાળી શકો છો વગર એટીએમ કાર્ડ ના કેશ
– તેના માટે સૌથી પહેલા એસબીઆઈ ગ્રાહકો ને પોતાના ફોન પર યોનો એપ ડાઉનલોડ કરવું પડશે.

– એપ ડાઉનલોડ કર્યા પછી જયારે તમે તેને ખોલશો તો તેમાં પૈસા નિકાળવાનો ઓપ્શન મળશે.
– પરંતુ સૌથી પહેલા તમને 6 અંકો નું એક ટ્રાંજેક્શન પીન સેટ કરવું પડશે.
– આ ટ્રાંજેક્શન માટે તમને પોતાના મોબાઈલ પર એસએમએસ ના દ્વારા 6 ડીજીટ નું રેફરન્સ નંબર પણ મળશે.
– તેનાથી તમે નજીક ના એટીએમ માં જઈને 30 મિનીટ ની અંદર પૈસા નીકાળી શકો છો.
– એટીએમ જઈને તમને 6 અંકો નો પીન અને 6 અંકો નો રેફરન્સ નંબર નાંખવો પડશે.
– પીન અને રેફરન્સ નંબર નાંખતા જ તમે પૈસા તમારા હાથ માં હશે.
– એસબીઆઈ નો આ નવો સર્વિસ કાર્ડ થી જોડાયેલ બધા રિસ્ક અને ફ્રોડ ને પૂરું કરી દેશે.
– આ સેવા ને આપવા વાળા એટીએમ નું નામ યોનો કેશ પોઈન્ટ હશે.
એસબીઆઈ બેંક આવ્યા દિવસે પોતાના ગ્રાહકો માટે નવા-નવા સર્વિસ લઈને આવતા રહે છે. એવામાં આ સર્વિસ તે લોકો માટે બહુ કામ આવવાની છે જે હડબડી માં પોતાનું એટીએમ કાર્ડ લઇ જવાનું ભૂલી જાય છે. તેમ પણ આ સર્વિસ ઘણા પ્રકારથી લોકો ના કામ આવવાની છે. જો તમે પણ એસબીઆઈ ના ગ્રાહક છો તો આજે જ પોતાના ફોન પર આ સર્વિસ ડાઉનલોડ કરીને આ સુવિધા નો લાભ ઉઠાવો.


Friday, March 8, 2019

મોદી સાહેબ એ લોન્ચ કર્યું એક કાર્ડ જે તમે દરેક જગ્યા એ યુઝ કરી શકશો અને જરૂર પડે ત્યારે પૈસા પણ કાઢી શકશો


મોદી સાહેબ એ હાલ જ એક કાર્ડ લોન્ચ કર્યું છે. જે કાર્ડ “વન નેશન કાર્ડ” તરીકે જાણીતું છે. આ કાર્ડ ના નામ વિષે કદાચ અમુક ને ખબર હશે પણ આ કાર્ડ થી શું ફાયદો થશે?  આનો ઉપયોગ ક્યાં કરવો? અને એને મેળવવા માટે શું પ્રોસેસ કરવાની છે? આ વિષે ઘણા લોકો ને ખબર નથી તો આજે અમે તમને એ વિષે જણાવી દઈએ.

આ કાર્ડ ક્રેડીટ અને ડેબીટ કાર્ડ જેવું જ છે. જે બેંક માં થી મેળવી શકાય છે.આ એક સ્માર્ટ કાર્ડ છે. જેને ‘સ્વીકાર’ નામ આપવામાં આવ્યું છે.  આ કાર્ડ નો ઉપયોગ તમે પબ્લિક ટ્રાન્સપોર્ટ માં કરી શકો છો. જેમકે મેટ્રો, ટ્રેન, બસ, ટોલ નાકું, પાર્કિંગ. સ્માર્ટ સીટી માં આ કાર્ડ નો ઉપયોગ થશે.

જે વ્યક્તિ ને આ કાર્ડ જોઈતું હોય તેમણે બેંક માં સંપર્ક કરવાનો રહેશે. ૨૫ થી વધુ બેંક આ સુવિધા આપશે. જેમાં મોટી મોટી બેંકો સામેલ છે. જેમકે  SBI, PNB અને બીજી ઘણી. જે લોકો PAYTM નો ઉપયોગ કરે છે તેઓ આ કાર્ડ નો ઉપયોગ કરી શકશે.

આ કાર્ડ ની મદદ થી પબ્લિક ટ્રાન્સપોર્ટ નો આરામ થી ઉપયોગ કરી શકાય છે. અને સફર પણ આરામ થી કરી શકાય છે. મતલબ કે ટ્રેન, બસ, મેટ્રો, પાર્કિંગ  દરેક જગ્યા એ આ કાર્ડ નો ઉપયોગ કરી અને પૈસા ભરી શકાય છે.

આં કાર્ડ દ્વારા યુઝર ATM માંથી પૈસા કાઢી શકશે. અને તેઓ ને એમાં સારું એવું કેશ બેક પણ મળશે.  ડીજીટલ ઇન્ડિયા માં દરેક ક્ષેત્ર માં કઈ ને કઈ લોકો ને સારું દે એવું સતત આવતું જ રહે છે. ટ્રાવેલિંગ ને સરળ બનાવવા માટે આ એક સારો ઓપશન છે. આરામ થી મુસાફરી કરવા અને ફરવા માટે બેસ્ટ ઓપ્શન છે આ. અને બધું જ કેશલેસ છે જેના લીધે યુઝર ને ઘણું ઇસી થઇ જશે બધું મેનેજ કરવું. પબ્લિક ટ્રાન્સપોર્ટ માટે તો સુવિધા છે જ સાથે જેઓ પ્રાઇવેટ માં આવે છે. તેઓ ટોલ ટેક્ષ પણ આ કાર્ડ દ્વારા ભરી શકે છે. જે ઘણી સારી વાત છે.