Get me outta here!

Sunday, March 17, 2019

એસબીઆઈ એ ગ્રાહકો માટે લોન્ચ કરી નવી સર્વિસ, હવે એટીએમ થી કાર્ડ વગર નીકાળી શકો છો પૈસા


એસબીઆઈ એ ગ્રાહકો માટે લોન્ચ કરી નવી સર્વિસ, હવે એટીએમ થી કાર્ડ વગર નીકાળી શકો છો પૈસા

SBI બેન્ક એ પોતાના ગ્રાહકો માટે નવી સર્વિસ શરુ કરી છે. તેના દ્વારા હવે ગ્રાહક એટીએમ થી એટીએમ કાર્ડ ના વગર પણ પૈસા નીકાળી શકો છો.
દેશ ના સૌથી મોટી સરકારી બેન્ક એસબીઆઈ પોતાના ગ્રાહકો માટે ખાસ સર્વિસ લઈને આવ્યા છે.આ નવી સર્વિસ ના દ્વારા હવે એસબીઆઈ ના ગ્રાહક એટીએમ કાર્ડ નો ઉપયોગ કર્યા વગર જ પૈસા નીકાળી શકશો. આ નવી સર્વિસ નું નામ Yon Cash છે, જેનો ઉપયોગ કરવા પર ગ્રાહક આ સુવિધા નો લાભ લઇ શકશો. જણાવી દઈએ, એસબીઆઈ ના 1.65 લાખ એટીએમ થી હવે પૈસા નિકાળવા માટે એટીએમ કાર્ડ ની જરૂરત નહીં પડે. એસબીઆઈ દેશ ની પહેલી એવી બેન્ક બની ગઈ છે જે ગ્રાહકો ના વગર એટીએમ કાર્ડ ઉપયોગ કર્યા વગર જ પૈસા નિકાળવાની સુવિધા આપી રહ્યા છે. જાણકારી માટે જણાવી દઈએ, યોનો એક ડિજિટલ બેન્કિંગ પ્લેટફોર્મ છે જે 85 ઈ-કોમર્સ કંપનીઓ ની સેવા આપે છે. 2017 નવેમ્બર માં યોનો ડિજિટલ એપ લોન્ચ થઈ હતી. Yono App ને ફેબ્રુઆરી 2019 સુધી 1.8 કરોડ લોકો ડાઉનલોડ કરી ચુક્યા છે અને તેના 70 લાખ એક્ટિવ યુઝર્સ છે. આ એપ ને એસબીઆઈ ના ગ્રાહક એંડ્રોઇડ અને આઈઓએસ પર ડાઉનલોડ કરી શકે છે.

એવી રીતે નીકાળી શકો છો વગર એટીએમ કાર્ડ ના કેશ
– તેના માટે સૌથી પહેલા એસબીઆઈ ગ્રાહકો ને પોતાના ફોન પર યોનો એપ ડાઉનલોડ કરવું પડશે.

– એપ ડાઉનલોડ કર્યા પછી જયારે તમે તેને ખોલશો તો તેમાં પૈસા નિકાળવાનો ઓપ્શન મળશે.
– પરંતુ સૌથી પહેલા તમને 6 અંકો નું એક ટ્રાંજેક્શન પીન સેટ કરવું પડશે.
– આ ટ્રાંજેક્શન માટે તમને પોતાના મોબાઈલ પર એસએમએસ ના દ્વારા 6 ડીજીટ નું રેફરન્સ નંબર પણ મળશે.
– તેનાથી તમે નજીક ના એટીએમ માં જઈને 30 મિનીટ ની અંદર પૈસા નીકાળી શકો છો.
– એટીએમ જઈને તમને 6 અંકો નો પીન અને 6 અંકો નો રેફરન્સ નંબર નાંખવો પડશે.
– પીન અને રેફરન્સ નંબર નાંખતા જ તમે પૈસા તમારા હાથ માં હશે.
– એસબીઆઈ નો આ નવો સર્વિસ કાર્ડ થી જોડાયેલ બધા રિસ્ક અને ફ્રોડ ને પૂરું કરી દેશે.
– આ સેવા ને આપવા વાળા એટીએમ નું નામ યોનો કેશ પોઈન્ટ હશે.
એસબીઆઈ બેંક આવ્યા દિવસે પોતાના ગ્રાહકો માટે નવા-નવા સર્વિસ લઈને આવતા રહે છે. એવામાં આ સર્વિસ તે લોકો માટે બહુ કામ આવવાની છે જે હડબડી માં પોતાનું એટીએમ કાર્ડ લઇ જવાનું ભૂલી જાય છે. તેમ પણ આ સર્વિસ ઘણા પ્રકારથી લોકો ના કામ આવવાની છે. જો તમે પણ એસબીઆઈ ના ગ્રાહક છો તો આજે જ પોતાના ફોન પર આ સર્વિસ ડાઉનલોડ કરીને આ સુવિધા નો લાભ ઉઠાવો.


Friday, March 8, 2019

મોદી સાહેબ એ લોન્ચ કર્યું એક કાર્ડ જે તમે દરેક જગ્યા એ યુઝ કરી શકશો અને જરૂર પડે ત્યારે પૈસા પણ કાઢી શકશો


મોદી સાહેબ એ હાલ જ એક કાર્ડ લોન્ચ કર્યું છે. જે કાર્ડ “વન નેશન કાર્ડ” તરીકે જાણીતું છે. આ કાર્ડ ના નામ વિષે કદાચ અમુક ને ખબર હશે પણ આ કાર્ડ થી શું ફાયદો થશે?  આનો ઉપયોગ ક્યાં કરવો? અને એને મેળવવા માટે શું પ્રોસેસ કરવાની છે? આ વિષે ઘણા લોકો ને ખબર નથી તો આજે અમે તમને એ વિષે જણાવી દઈએ.

આ કાર્ડ ક્રેડીટ અને ડેબીટ કાર્ડ જેવું જ છે. જે બેંક માં થી મેળવી શકાય છે.આ એક સ્માર્ટ કાર્ડ છે. જેને ‘સ્વીકાર’ નામ આપવામાં આવ્યું છે.  આ કાર્ડ નો ઉપયોગ તમે પબ્લિક ટ્રાન્સપોર્ટ માં કરી શકો છો. જેમકે મેટ્રો, ટ્રેન, બસ, ટોલ નાકું, પાર્કિંગ. સ્માર્ટ સીટી માં આ કાર્ડ નો ઉપયોગ થશે.

જે વ્યક્તિ ને આ કાર્ડ જોઈતું હોય તેમણે બેંક માં સંપર્ક કરવાનો રહેશે. ૨૫ થી વધુ બેંક આ સુવિધા આપશે. જેમાં મોટી મોટી બેંકો સામેલ છે. જેમકે  SBI, PNB અને બીજી ઘણી. જે લોકો PAYTM નો ઉપયોગ કરે છે તેઓ આ કાર્ડ નો ઉપયોગ કરી શકશે.

આ કાર્ડ ની મદદ થી પબ્લિક ટ્રાન્સપોર્ટ નો આરામ થી ઉપયોગ કરી શકાય છે. અને સફર પણ આરામ થી કરી શકાય છે. મતલબ કે ટ્રેન, બસ, મેટ્રો, પાર્કિંગ  દરેક જગ્યા એ આ કાર્ડ નો ઉપયોગ કરી અને પૈસા ભરી શકાય છે.

આં કાર્ડ દ્વારા યુઝર ATM માંથી પૈસા કાઢી શકશે. અને તેઓ ને એમાં સારું એવું કેશ બેક પણ મળશે.  ડીજીટલ ઇન્ડિયા માં દરેક ક્ષેત્ર માં કઈ ને કઈ લોકો ને સારું દે એવું સતત આવતું જ રહે છે. ટ્રાવેલિંગ ને સરળ બનાવવા માટે આ એક સારો ઓપશન છે. આરામ થી મુસાફરી કરવા અને ફરવા માટે બેસ્ટ ઓપ્શન છે આ. અને બધું જ કેશલેસ છે જેના લીધે યુઝર ને ઘણું ઇસી થઇ જશે બધું મેનેજ કરવું. પબ્લિક ટ્રાન્સપોર્ટ માટે તો સુવિધા છે જ સાથે જેઓ પ્રાઇવેટ માં આવે છે. તેઓ ટોલ ટેક્ષ પણ આ કાર્ડ દ્વારા ભરી શકે છે. જે ઘણી સારી વાત છે.



Monday, March 4, 2019

ખેડૂતો સુધી આ પોસ્ટ પહોંચાડો: તાર ફેન્સીંગની સબસીડી લેવા માટેની અરજી કરવાની આ છે છેલ્લી તારીખ



દેશની સરકાર દ્વારા ખેડૂતો માટે વિવિધ યોજનાઓ બહાર પાડવામાં આવે છે, જેથી ખેડૂત વર્ગને થોડી આર્થિક સહાય મળી રહે. આજે અમે તમને એવી જ એક આર્થિક સહાય વિષે જણાવીશું. એ સહાય છે તાર ફેન્સીંગ માટેની સબસીડી. જો તમારે તમારા ખેતરની ફરતે તાર ફેન્સીંગ માટે સબસીડી મેળવવી હોય, તો એના માટે તમારે આઈ-ખેડૂત (i-ખેડૂત) પોર્ટલ પર જઈને 12 માર્ચ સુધીમાં એની ઓનલાઇન અરજી આપવી પડશે.

ફરીથી શરૂ થયેલી નવી યોજના હેઠળ તૈયાર થતી તારની વાડ ઉંચી રહેશે, જેથી રોઝ એને કુદી નહિ શકે. અને આ વાડની નીચેના ભાગમાં જાળી લગાવવામાં આવશે, જેથી ભૂંડ પણ એમાંથી પસાર નહિ થઇ શકે. આ યોજના હેઠળ 50 % રકમ સરકાર અને 50 % રકમ ખેડૂતોએ ભોગવવાની થશે.

આ યોજના અંતર્ગત જો તમે અ.જા. / અ.જ.જા માં સમાવિષ્ટ હોવ તો તમને તમારા ખેતરના પ્રતિ રનીંગ મીટર દીઠ 300 રૂપિયા અથવા ફેન્સીંગ માટે ખરેખર થનારા કુલ ખર્ચ બે માંથી જે ઓછું હશે એના 80 % રકમ સબસીડી તરીકે મળશે. તેમજ જો તમે અ.જા. / અ.જ.જા. સિવાયનાં લાભાર્થીઓમાં સમાવિષ્ટ હોવ તો તમને ૫૦% ની મર્યાદામાં સહાય મળવાપાત્ર થશે.

જણાવી દઈએ કે આ સહાય તમને બે તબક્કામાં મળશે. જેમાં પ્રથમ તબક્કામાં ૨૫% સહાય મળશે. અને બાકીની ૭૫% સહાય બીજા તબક્કામાં મળશે. અને બીજા તબ્બકાની સહાય સંયુક્ત તપાસ ટીમની ચકાસણી અને થર્ડ પાર્ટી દ્વારા જી.પી.એસ. સિસ્ટમથી ઈન્સપેક્શન થઇ એના રીપોર્ટ મળ્યાબાદ જ ક્લસ્ટરનાં અરજદારો દ્વારા નિયુક્ત કરવામાં આવેલ જુથ લીડરનાં ખાતામાં ચુકવવામાં આવશે

તમારે આ સબસીડી મેળવવા માટે સંગઠીત થવું પડશે અને સામૂહિક ધોરણે ક્લસ્ટર માટે અરજી કરવાની રહેશે. આ યોજનાનો લાભ લેવા તમારે વધુમાં વધુ જમીન માટે ભેગા થઈને સંયુક્ત રીતે અરજી કરવાની રહેશે. કારણ કે આ રીતે સમૂહમાં એકસાથે ઘણી જમીનમાં વાડ બનશે તો એનો કુલ ખર્ચ પણ ઘટી જશે.

આ સબસીડી મેળવવા માટે અરજદારે આઈ-ખેડૂત પોર્ટલ ઉપર ઓનલાઈન અરજી કરવાની રહેશે. અને અરજી કર્યા બાદ જરૂરી સાધનિક આધાર-પુરાવા સહ તેની નકલ દિન-૧૫ માં સંલગ્ન જીલ્લાની નિગમની કચેરી ખાતે રૂબરૂ જમા કરાવવાની રહેશે. એક વાતનું ધ્યાન રહે કે અરજીની નકલની સાથે સામેલ માર્ગદર્શિકા ધ્યાને લેવી, તથા જરૂર જણાયે સંલગ્ન જીલ્લાની કચેરીનો સંપર્ક સાધવો.

અરજી કરવા માટે i-ખેડૂત પોર્ટલ પર જવાનું રહેશે. http://ikhedut.gujarat.gov.in તેમાં અરજીઓમાં જવાનું રહેશે. (વિવિધ યોજનાઓમાં અરજી કરવા ક્લિક કરો, એવું લખ્યું હશે એના પર ક્લિક કરો.) એમાં તમને અલગ અલગ યોજનાઓના વિકલ્પ મળશે. જેવી કે ખેતીવાડીની યોજનાઓ, જમીન અને જળ સંરક્ષણ, પશુપાલનની યોજનાઓ, બાગાયતી યોજનાઓ, મત્સ્ય પાલનની યોજનાઓ વગેરે. એમાં તમારે “જમીન અને જળ સંરક્ષણ” પર ક્લિક કરવાનું રહેશે. જેથી તમને “ખેતરની ફરતે ફેન્સીંગ બનાવવાની યોજના” લખેલું જોવા મળશે.

ત્યાં તમારે અરજી કરો પર ક્લિક કરવાનું રહેશે. એમાં તમારે તમારી તમામ વિગતો જેવી કે અરજદારની વિગત, રેશનકાર્ડની વિગત, બેંક ખાતાની વિગત વગેરે ભરવાનું રહેશે. ત્યારબાદ એની નકલ મેળવી લેવાની રહેશે. અને ઉપર જણાવ્યા અનુસાર તમારા સંલગ્ન જીલ્લાની નિગમની કચેરી ખાતે રૂબરૂ જમા કરાવવાની રહેશે

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Gujju Talky-જાણવા જેવું... ફેસુબક પેજ લાઇક કરો. આભાર……

શા માટે સ્કૂલની બસનો કલર ફક્ત પીળો જ હોય છે નહિ લાલ કે લીલો? દરેક માતાપિતાએ જાણવા જેવુ


દોસ્તો તમે જ્યારે રોડ પર નીકળો છો કે સ્કૂલની બસો તમારા બાળકો શાળામાં ભણતા હોય તો તેમને જે બસ લેવા તથા મૂકવા માટે આવતી હોય છે તે પણ તમે જોયી જ હશે. તો તમે એક વસ્તુ માર્ક કરી જ હશે કે દરેક સ્કુલ બસ જે વિદ્યાર્થીઓને ઘરેથી શાળાએ અને શાળાએથી ઘરે છોડે છે તે હંમેશા પીળા રંગની જ હોય છે. આમ તો ઘણા કલરો છે જેમ કે લીલો, લાલ, ગુલાબી, બ્લુ, સફેદ પરંતુ આ બધા કલરને છોડીને સ્કુલ બસ માટે ફક્ત પીળો કલર જ શા માટે પસંદ કરવામાં આવ્યો હશે. તે સ્કુલ વાળા પ્રિન્સિપલ દ્વારા નક્કી કરેલો નથી. કારણ કે તેવું હોય તો દરેક સ્કુલની બસનો કલર અલગ અલગ હોય. પરંતુ અહીં મહત્વની વાત એ છે કે સ્કુલ કોઈ પણ હોય પરંતુ તેની સ્કુલ બસનો રંગ હમેંશા પીળો જ હોય છે. તો દરેક શાળા માટે આવું લાગુ પડતું હોય તો તેની પાછળ પણ કંઈક સ્ટ્રોંગ રીઝન તો હશે જ ને ? તો ચાલો જાણીએ કે શા માટે સ્કુલ બસનો રંગ પીળો હોય છે.


યુ.એસ એટલેકે અમેરિકાનો કાનૂન મુજબ ફ્લેશિંગ લાઈટ અને સેફટી ડીવાઈસની સાથે સાથે સ્કુલ બસનો રંગ પણ પીળો રાખવો જોઈએ. આ માટે ડોક્ટર ફ્રેંક ડબ્લ્યુએ ૧૯૪૯ માં સ્કુલ નિયમો સ્થાપના માટે એક સંમેલનનું આયોજન કર્યું હતું. જેમાં સંયુક્ત રાજ્યોએ પોતાની સ્કુલમાં એક નિયમો તેવો પણ નક્કી કર્યો જેમાં સ્કુલની બધી બસો પીળા રંગની રાખવામાં આવે. આ રંગને નેશનલ સ્કુલ બસ ક્રોમથી ઓળખવામાં આવતો હતો.


જો તમે માર્ક કરેલું હોય તો સ્ટોપ લાઈટ નો કલર પણ લાલ રંગ નો જ હોય છે. લોકોનું એવું માનવું હોય છે કે લાલ રંગ વધારે ધ્યાન આકર્ષિત કરે છે પરંતુ મિત્રો આ વાત ખોટી છે હકીકતમાં પીળો રંગ બધા રંગની તુલનામાં વધારે આકર્ષિત કરે છે. મિત્રો આવો તમને ક્યારેક અનુભવ પણ થયો હશે તો ચાલો જાણીએ. મિત્રો ઘણા લોકો સામે કોઈ પણ પીળી વસ્તુ રાખવામાં આવે તો તેની નજર બધી વસ્તુ પર પછી પડે પહેલા પીળા રંગની ઉપર પડે છે.


સાઇન્સ ના એક સિસર્ચ અનુયાર પીળા રંગને લાલ રંગની તુલનામાં 1.24 ગણું સ્પષ્ટતાથી જોઈ શકાય છે. અંધારામાં પણ પીળો રંગ સરળતાથી જોઈ શકાય છે. આ કારણોથી જ સ્કુલ બસ પીળા રંગની રાખવામાં આવે છે. તો મિત્રો તેનો પીળો રંગ આમ જોવા જઈએ તો બાળકોની સેફટી માટે રાખવામાં આવે છે જેથી કોઈ અન્ય વાહનો દૂરથી સ્કુલ બસ આવે છે તેવો અંદાજો લગાવી શકે અને પોતાના વાહનોને ધીમા કરે.
તેથી જ્યારે કોઈ ટ્રક ડ્રાઈવર કે પછી કોઈ અન્ય હેવી વાહન ચાલકો જો પીળા રંગની બસ આવતી હોય તો સરળતાથી સમજી જાય કે દૂરથી સ્કુલ બસ આવે છે તો તે એલર્ટ થઇ જાય. કારણ કે સ્કુલ બસમાં વારંવાર સ્ટોપ થતા હોય છે બાળકોને પીકઅપ અને ડ્રોપ કરવા માટે તેથી અન્ય ભારે વાહનો સ્કુલ બસને જોઇને પોતાના વાહનની ઝડપ ધીમી કરી દે માટે સ્કુલ બસનો રંગ પીળો રાખવામાં આવ્યો છે.