મોદી સાહેબ એ હાલ જ એક કાર્ડ લોન્ચ કર્યું છે. જે કાર્ડ “વન નેશન કાર્ડ” તરીકે જાણીતું છે. આ કાર્ડ ના નામ વિષે કદાચ અમુક ને ખબર હશે પણ આ કાર્ડ થી શું ફાયદો થશે? આનો ઉપયોગ ક્યાં કરવો? અને એને મેળવવા માટે શું પ્રોસેસ કરવાની છે? આ વિષે ઘણા લોકો ને ખબર નથી તો આજે અમે તમને એ વિષે જણાવી દઈએ.
આ કાર્ડ ક્રેડીટ અને ડેબીટ કાર્ડ જેવું જ છે. જે બેંક માં થી મેળવી શકાય છે.આ એક સ્માર્ટ કાર્ડ છે. જેને ‘સ્વીકાર’ નામ આપવામાં આવ્યું છે. આ કાર્ડ નો ઉપયોગ તમે પબ્લિક ટ્રાન્સપોર્ટ માં કરી શકો છો. જેમકે મેટ્રો, ટ્રેન, બસ, ટોલ નાકું, પાર્કિંગ. સ્માર્ટ સીટી માં આ કાર્ડ નો ઉપયોગ થશે.
જે વ્યક્તિ ને આ કાર્ડ જોઈતું હોય તેમણે બેંક માં સંપર્ક કરવાનો રહેશે. ૨૫ થી વધુ બેંક આ સુવિધા આપશે. જેમાં મોટી મોટી બેંકો સામેલ છે. જેમકે SBI, PNB અને બીજી ઘણી. જે લોકો PAYTM નો ઉપયોગ કરે છે તેઓ આ કાર્ડ નો ઉપયોગ કરી શકશે.
આ કાર્ડ ની મદદ થી પબ્લિક ટ્રાન્સપોર્ટ નો આરામ થી ઉપયોગ કરી શકાય છે. અને સફર પણ આરામ થી કરી શકાય છે. મતલબ કે ટ્રેન, બસ, મેટ્રો, પાર્કિંગ દરેક જગ્યા એ આ કાર્ડ નો ઉપયોગ કરી અને પૈસા ભરી શકાય છે.
આં કાર્ડ દ્વારા યુઝર ATM માંથી પૈસા કાઢી શકશે. અને તેઓ ને એમાં સારું એવું કેશ બેક પણ મળશે. ડીજીટલ ઇન્ડિયા માં દરેક ક્ષેત્ર માં કઈ ને કઈ લોકો ને સારું દે એવું સતત આવતું જ રહે છે. ટ્રાવેલિંગ ને સરળ બનાવવા માટે આ એક સારો ઓપશન છે. આરામ થી મુસાફરી કરવા અને ફરવા માટે બેસ્ટ ઓપ્શન છે આ. અને બધું જ કેશલેસ છે જેના લીધે યુઝર ને ઘણું ઇસી થઇ જશે બધું મેનેજ કરવું. પબ્લિક ટ્રાન્સપોર્ટ માટે તો સુવિધા છે જ સાથે જેઓ પ્રાઇવેટ માં આવે છે. તેઓ ટોલ ટેક્ષ પણ આ કાર્ડ દ્વારા ભરી શકે છે. જે ઘણી સારી વાત છે.





0 comments:
Post a Comment