Get me outta here!

Friday, January 25, 2019

આ વિદેશી ફળનુ સેવન કરતા જ તમારૂ જાડાપણુ થઇ જાશે ગાયબ, જાણો આ ફળની વિશેષતા

મેદસ્વીતા અત્યાર ના સમય ની એક એવી મોટી તકલીફ જે મોટેભાગે જોવા મળે છે. જો આખા વિશ્વ ની વાત કરવામાં આવે તો આશરે દર પાંચમો વ્યક્તિ આ બીમારી થી પીડાય છે. આજ ના જીવનશૈલી ને લીધે આ સમસ્યા ઘર કરી ગઈ છે. આજ ના સમય મા ઘર ની અંદર રહીને જ ટીવી, ઈન્ટરનેટ,સોસીયલ મીડિયા તેમજ મોબાઈલ હોવાથી કોઈ ઘ ની બહાર નીકળતું જ નથી જેથી શારીરિક શ્રમ થતો જ નથી અને શરીર મા ચરબી નો વધારો થવાથી આ સમસ્યા જન્મે છે.

આ સિવાય મોટેભાગે ઉપયોગ મા લેવાતું આ રોજ બદલાતી જીવનશૈલી નુ ખાન-પાન જેમાં પેહલું સ્થાન આવે છે બજાર મા મળતું તીખું-તમતમતું ખોરાક અથવા જંક ફૂડ. આવો ખોરાક લેવાથી મોટાપાને વધુ પ્રોત્સાહન મળે છે તેમજ આ મોટાપો બીજા રોગો ને આમંત્રણ આપે છે. તેમજ મોટી ફાંદવાળા વ્યક્તિઓ ને વધુ તકલીફ નો સામનો કરવો પડે છે. ડોકટરો ના મત અનુસાર મોટી ફાંદ થી ઘણા રોગો થવાની શક્યતાઓ વહી જાય છે. તેમજ આના થી છુટકારો મેળવવા પ્રયાસ કરવો જોઈએ.

આ મેદસ્વીતા થી રાહત મેળવવા માટે વ્યક્તિઓ જાત-જાત ના પ્રયોગો કરતા હોય છે. જેમ કે કસરત અને ભોજન મા નિયંત્રણ રાખવું પરંતુ જોઈતા મુજબ નુ પરિણામ મળતું નથી. જો તમે પણ આ રોગ ના શિકાર હોવ અને આ મોટાપા થી છુટકારો મેળવવા નો પ્રયાસ કરી રહ્યા છો. તો તમારા માટે આ આર્ટીકલ ફાયદાકારક સાબિત થઇ શકે છે.

આજે વાત કરવી છે એક એવા ચમત્કારી ફળ વિષે કે જે ખાધા પછી મેદસ્વીતા જાણે અદૃશ્ય થતી જાય છે. આ ફળ ભારત મા જોવા નથી મળતું અને તેનું નામ છે ‘ કામુ કામુ’ . જે દક્ષીણ અમેરિકા ના એમજોન વિસ્તાર મા વધુ જોવા મળી આવે છે. તો ચાલો જાણીએ આ ફળ વિશે અને તેનાથી થતા ફાયદાઓ વિશે.

એક શોધકર્તા દ્વારા અભ્યાસ બાદ તારણ કાઢવામાં આવ્યું કે આ ફળ ના ઉપયોગ થી મેદસ્વીતા કે મોટાપો ઘણા પ્રમાણ મા ઓછો થતો જાય છે. તેને વધુ જણાવતા કહ્યું કે આ ફળ કીવી ની સરખામણી વીસ થી ત્રીસ ગણું વધુ વિટામીન C જોવા મળે છે. આ સિવાય બ્લેકબેરી સાથે સરખાવતા પાંચ ગણું વધુ પોલીફીનોલ્સ જોવા મળ્યું છે.

આ અભ્યાસ દરમિયાન શોધકર્તાઓએ ઉંદર ના બે જૂથ ઉપર એક પરીક્ષણ કર્યું જેમાં એક ઉંદર ને આઠ અઠવાડિયા સુધી શુગર અને ચરબીયુક્ત ભોજન આપવામાં આવ્યું. આ સાથે બીજા ઉંદરો ને આ ભોજન સાથે કામુ કામુ નું પીણું પણ પીવરાવવા મા આવ્યું. ત્યારબાદ જયારે તેમનું પરીક્ષણ કરવામાં આવ્યું તો જે ઉંદરોએ કામુ કામુ ફળ ના પીણાં આપવામા આવતું હતું તેનું વજન બીજા ઉંદરો કરતા પચાસ ટકા ઓછું વધ્યું હતું.

આ કામુ કામુ ફળ મા ગ્લુકોઝ ટોલરેંસ તેમજ ઈંસુલીન સેન્સીટીવીટી ને સુધારવા સાથે રક્તકણ ના કોષો ની બનાવટ ને તેમજ શરીર મા વધતા મેટાબાલિક ઇન્ફલેમેશન ને ઓછું કરવાનું પણ કામ કરે છે. અત્યાર સુધી આ ફળ નો ઉપયોગ માત્ર માનસિક તણાવ અને શ્રમ ને દુર કરવા માટે કરવામાં આવતો હતો પરંતુ આ સંશોધન બાદ તેમને દાવો છે કે આ ફળ થી વજન પણ ઘટાડી શકાય છે. આ ઉંદર ઉપર ના સફળ પરીક્ષણ કર્યા બાદ તેમને આશા છે કે આ ફળ મનુષ્ય ઉપર પણ અસરકારક રીતે કામ કરશે.

0 comments:

Post a Comment